About

જ્યારે  વિચારોની વણઝાર શરુ જાય, તે વખતે કોઈની સાથે એના વિષે વાત કરવાનું ગમે. એમાંથી થઈ આ ‘જગને ઝરુખે’ની શરુઆત !.

મારા જીવનસાથીનો સતત આગ્રહ અને પ્રોત્સાહન આ શરુઆત પાછળ છે. નહીં તો આ મારા જેવી સામાન્ય ગૃહિણી માટે આ અશક્ય તો નહીં પણ અર્સ્પશ્ય તો જરુર હતું જ.

હું એક સામાન્ય ગૃહિણી છું એ તો ખબર પડી જ ગઈ ! હવે મારું નામ. મને મારું નામ ખૂબ ગમે છે.મારું નામ મારાં ફોઈએ પાડ્યું છે એ માટે અને એમણે વરસાવેલા વાત્સલ્ય માટે હું એમની ઋણી સદાને માટે રહીશ.મારું નામ મને ગમવાનુ કારણ એ કે એ પ્રકૃતિના અનેક શ્રેષ્ઠ આર્વિભાવોમાંના એકનુ દર્શન કરાવતી એક ઋતુનુ નામ છે. અને તે એટલે વર્ષાઋતુ. પણ આ નામ સાથે એક મુશ્કેલી પણ છે. આપણા વર્ણાક્ષરોમાં ત્રણ અક્ષરો ઉચ્ચારવામાં મોટા ભાગના લોકો ભૂલ કરતા હોય છે અને તે એટલે સ, ષ અને શ.એક સાથે જન્મેલા જોડિયા બાળકોને જેમ બહારના લોકો ઓળખવામાં ભૂલ કરે છે તેમ જ આ વર્ણાક્ષરોની ત્રિપુટીના અક્ષ્રરોને પણ અલગ અલગ આકાર હોવા છતાં ઓળખીને બોલવામાં ભૂલ કરે છે. એમ જ મારા નામ સાથે પણ અન્યાય થતો રહે છે. એનો અફસોસ થાય છે. પણ એ તો હવે કોઠે પડી ગયું છે. મારું નામ છે- વર્ષા શાહ

હું અમદાવાદમાં ઉછરી અને બી. એ. (ગુજરાતી) સુધી અભ્યાસ કર્યો. પણ સાયકોલોજી એ મારો પ્રિય વિષય હતો અને આજ પર્યંત રહ્યો છે. લગ્ન પછી હું વડોદરામાં સ્થાયી થઈ અને આજે  પણ છું.

સંપર્ક

ઈ મેલ :    varsha91@ymail.com

6 ટિપ્પણીઓ »

  1. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  2. shivshiva said

    Welcome.

  3. એટલે જ હુ વિચારતો હતો કે વર્ષા (મારી અતિપ્રિય ઋતુ) સિવાય આવા સુંદર વિચાર કોણ પ્રદર્શીત કરી શકે, ગરમીથી અકળાઈ ઉઠેલા તમારા આ ભાઈના મનના સુકા ભઠ વાતાવરમા વર્ષાના આવા સંદર સુંદર ફોરાઓ આનંદ ભરી ઠંડી અને સુગંઘથી તરબોળ કરી મુકતી લીલોતરી લઈ આવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ…..અતિ ઉત્તમ વિચારો છે.બી.એ./એમ.એ. (ગુજરાતી) ઓ માટે જ આ બ્લોગજગત છે, એટલે એક પળ પણ ના ગુમાવશો અને આવુ સુંદર સુંદર લખતા રહેજો બહેન…

  4. આ આંગણાની સહેલ અનેરો આનંદ આપે છે ..નિતાંત સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: