વિચાર- 18

વિચાર 17 જોડે જોડવા જેવો એક પ્રસંગ શ્રીમતી સુધા મૂર્તિના એક પુસ્તક wise and otherwise માંથી ટાંકુ છું. તેમના દ્વારા ચાલતી Infosys foundationના તેઓ chairperson છે જે સેવાકાર્યો માટે દેશમાં અને ખાસ કરીને કર્ણાટકમાં જાણીતી સંસ્થા છે. સિધ્ધિ અને પ્રસિધ્ધિ, અને ખૂબ માન સન્માન પામેલાં આ મહિલાની લેખનશૈલી પણ તેમના વ્યક્તિત્વ જેવી સાદગીપૂર્ણ છે. તેઓએ ફાઉન્ડેશનના કાર્ય દરમ્યાન તેમને થયેલા વિવિધ અનુભવો ઉપરોક્ત પુસ્તકમાં ટાંક્યા છે.

ફાઉંડેશને એક રાજ્યમાં એક સરકારી હોસ્પિટલને એક પૂરક વિભાગની સગવડ ઉભી કરી આપી. આ નવા વિભાગની શરૂઆત હોસ્પિટલના વહીવટી તંત્રે એક ઉદઘાટનથી કરી. સુધાજી ઈચ્છતાં હતાં કે કાર્યક્રમ સવારે રખાય જેથી કદાચ મોડું થાય તો પણ તેઓ હાજરી આપીને દિવસે જ રવાના થઈ શકે જો સાંજે રાખવામાં આવે તો તેઓ માટે રાત્રે ડ્રાઈવ કરવાનું અનુકૂળ ન હતું. ઉદઘાટન માટે એક મંત્રીને બોલાવાયા હતા. તેમને સવારે આવવું ફાવે તેમ ન હતું, તેથી સમય સાંજનો જ રખાયો. મંચ, ખુરસીઓ, હારતોરા, ગુલદસ્તા, સન્માનવા અપાનારી શાલો, ફળોની શણગારેલી ટોપલીઓ બધું તૈયાર હતું. ખુબ ઠંડો પવન વાતો હતો છતાં લોકો ક્યારના ય ભેગા થઈ ગયા હતા. મંત્રીજી એક કલાક મોડા આવ્યા. લોકો તેમને આવકારવા દોડ્યા. કેટલાકે ચરણસ્પર્શ પણ કરી લીધા. કેટલાક પોતપોતાની માગણીની અરજીઓ લઈ દોડ્યા. જોતજોતામાં એક મીની દરબાર યોજાઈ ગયો. સમારંભ શરૂ થયો. સુધાજીને ખુણાની ખુરશી અપાઈ હતી. પછી ભાષણો શરૂ થયાં.
જેઓએ ભલી ભાવનાથી આ કાર્ય કર્યું તેઓ માટે તો એક શબ્દ પણ આ ભાષણોમાં ઉચ્ચારાયો નહીં. મંત્રીજી અને તેમની સરકારના ગુણગાન ગાવામાં આવ્યા. મંત્રીજીએ ઉદઘાટનવિધિ પતાવી પોતે લોકશાહીમાં કેટલો વિશ્વાસ ધરાવે છે અને તેઓ પ્રજાની કાળજી રાખવા કેટલા તત્પર છે તે કહ્યું. સુધાજી તરફ ફરીને તેમણે હોસ્પિટલની પંખા, પથારીઓ, કબાટો, પાટાપીંડી, પીવાનું પાણી વગેરે સુવિધાઓ પુરી કરવાનું સૂચન કર્યું.
સુધાજી ચુપચાપ સાંભળતા રહ્યા. પછી દાનવીરોને સન્માનવામાં આવ્યા. કાર્યક્રમ પૂરો થયો ને મંત્રીજી ઉતાવળે વિદાય થઈ ગયા. મંડપ ખાલી થઈ ગયો. મંડપની બહાર બધે અંધકાર ઉતરી આવ્યો હતો. સુધાજીની સામે ફક્ત નવું બધાયેલું મકાન ઉભું હતું. આ મકાન બનાવવામાં જેમણે દિલથી સહયોગ કર્યો હતો એવા આર્કિટેક્ટ, કારીગરો, ટ્રસ્ટીઓ અને બીજા ઘણા હતા જેઓને નામથી પણ યાદ કરવાનો કોઈએ વિચાર સરખો પણ કર્યો નહીં. આ બાબતથી ખિન્ન થયેલા આ મહિલા વિચારતા હતા કે આ લોકો આ ચેરીટેબલ સંસ્થાના પ્રતિનિધિ તરીકે કેટલેય દૂરથી આવેલી એક સ્ત્રીની કાળજી લેવાનો વિવેક પણ નથી દાખવતા અને જેણે પૈસા તો શું પણ બીજી કોઈ રીતે પણ આ હોસ્પિટલને મદદ કરી નથી, બિલ્ડિંગ બંધાતું હતું ત્યારે ય ક્યારેય ફરક્યા સુધ્ધાં નથી, અરે ! સમય સાચવવાની પણ દરકાર કરી નથી એવા આ હેલ્થ મિનિસ્ટરનું આટલું સન્માન થાય છે અને તેમનાં ગુણગાન ગવાય છે. અમે આવાં કામો મંત્રીઓ, રાજકારણીઓ, ધનિકો કે લોકમાનસમાં રાજ કરતા લોકોને સન્માનવા નથી કરતા પણ સામાન્ય સુવિધાઓ પણ જે પામી શકતા નથી તેવા લોકો માટે કરીએ છીએ.મારે એટલું જ વિચારવાનું છે. પણ તેમની આ ખિન્નતા, આ ઉદાસી ઝાઝી ના ટકી. ચીંથરેહાલ વસ્ત્રોમાં વીંટાયેલી એક સ્ત્રી તેમની સામે આવી અને બોલી, અમ્મા, મને કોકે કહ્યું કે તમારી કંપનીએ આ મકાન બનાવ્યું છે. તમે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અમારા જેવા કેટલાય લોકોને આવી મોટી હોસ્પિટલોમાં જગાના અભાવે સારવાર નથી મળતી. પણ તમે આ જનરલ રૂમ બાંધીને જગા અપાવી. સ્પેશિયલ રૂમ તો જેની પાસે સગવડ કે લાગવગ હોય તેને જ મળે. અમારા જેવા માટે તો આવો કોમન હોલ જ સારો. પછી જરા નજીક આવી તેણે કહ્યું અમ્મા, મારી પાસે તમને આપવા જેવું કાંઈ નથી. હું તો એક ગરીબ ફુલ વેચવાવાળી છું. તમારા માટે શાલ કે સાડી લાવવાનું મારું ગજું નથી પણ હું તમને આ જૂઈની વેણી ખુબ પ્રેમપૂર્વક આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા દેશમાં તમારા જેવા અનેક પરગજુ માણસોને જન્મ આપે. સુધાબહેન લખે છે કે આ જૂઈની વેણી મારા માટે શાલો અને સાડીઓ કરતાં અનેકગણી કિંમતી હતી.

સ્વાર્થ વગર સેવા કરવા ઈચ્છતા લોકોની સદભાવનાને પણ ક્યારેક ધક્કો વાગી જાય ત્યારે તેમની કાળજી લેવા, તેમની પીઠ થાબડવા ઈશ્વર કોઈ ને કોઈ રૂપ લઈને આવે છે એવું નથી લાગતું ?

વર્ષા શાહ

Advertisements

7 ટિપ્પણીઓ »

 1. Dr Pravin Sedani said

  સુધા મૂર્તિ ના અન્ય પુસ્તકો પણ મેં વાચ્યા છે.
  કશાજ દંભ કે આડંબર વિનાનું સત્ય અને સચોટ વર્ણન એ એમના પ્રસંગ દર્શન
  ની ખાશીયત છે. એવો વખત આવશે જ કે લોકો આપણા દંભી અને ભ્રષ્ટાચારી નેતા ઓ ને
  ઈજીપ્ત અને લીબિયા ની માફક ફગાવી દેશે અને સત્તા છોડવા મજબુર કરશે

 2. Kirftikant Purohit said

  Very Nice and true.

 3. કશી નવાઇની વાત નથી. નમાલી પ્રજાના દેશમાં આમ બનવાનું

 4. Dhruti modi said

  એક યુરોપિયન ફીલોસોફરે એક સમયે એના એક લેખમાં ટાંકયું હતું કે હિન્દુસ્તાનની પ્રજા ધર્મથી જાગે છે, ધર્મથી સૂએ છે અને ધર્મથી દિવસ વીતાવે છે છતાં તેઅો દુ;ખી કેમ છે? કારણકે તેમના વિચાર અને અાચારમાં અાસમાન જમીનનું અંતર છે.
  અાપણા દંભી અને ચાપલૂસખોર માનસને સાચી અને સીધી સાદી વ્યક્તિના મોટાં કામ નજરે જ નથી પડતા.એ ગરીબ સ્ત્રીની દુઅા તો શ્રીમતિ મૂર્તિ માટે અમૂલ્ય છે; પરંતુ પ્રશ્ન એ થાય છે કે એમનો જે ઉદ્ેશ અા હોસ્પિટલ પાછળનો હતો તેને અાવા લાલચી કાર્યકરો પાર પડવા દેશે ખરા? ગરીબ લોકો શું બરાબર સહાય મેળવી શકતા હશે? ઘણાં બધાં પ્રશ્નો મનમાં ઊઠે છે પણ એનો કોઇ જવાબ નથી.

 5. V Shah said

  આભાર સૌનો.

 6. kishoremodi said

  ઉપરનીવાત વાંચીને મને એક જોક યાદ અાવ્યો.અમેરિકન કહે,અમારે ત્યાં કૂતરા સાયકલ ચલાવે છે.રશિયન કહે,અમારે ત્યાં રીંછ કાર ચલાવે છે.જાપાનીસ કહે, અમારે ત્યાં વાંદરાં વિમાન ચલાવે છે.છેલ્લે ભારતીય બોલ્યો,અમારે ત્યાં ગધેડાં દેશ ચલાવે છે.તાત્પર્ય એ છે કે અામ કેમ બન્યું ? દંભી અને સ્વાર્થી લોકોએ અંગ્રેજોએ અાપેલું સાર્વભોમત્વ મામા-માસીના સગાવાદમાં વેડફી નાંખ્યું તેથી દેશની લોકશાહીની હાસ્યાસ્પદ સ્થિતિ થઇ છે.તે માટે પ્રજાનો ૯૯ % વાંક છે એવું વિનમ્ર મારું માનવું છે.

 7. nitin said

  Jya sudhi aam janta ma aatma sanman ni bhavana nahi jage tya sudhi aava kapati,brastachario,aadeshne ragdoalta rahese ane aapane dabaela,bichara bapada thaine rahisu.Voh subha kabi aaegi.Pavitra desh nu
  punya kyare jagse

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: