વિચાર- 17

જગને ઝરુખેથી મિત્રોને યાદ.

બેંગલોરથી सम्भाषण सन्देश નામનું એક સંસ્કૃત માસિક પ્રકાશિત થાય છે. જેમા બાલબોધિની નામનો બાળવિભાગ પણ હોય છે. આ વિભાગમાં એક વાર્તા વાંચ્યા પછી જે સુઝ્યું તે લખું છું. આપ સૌ પણ પોતાનો વિચાર જણાવશો તો આનંદ થશે.

વાર્તાનું શીર્ષક છે- प्रतिमायां सजीवः देवः

વાર્તા આ પ્રમાણે છે…

શિવકુમાર દિલ્હીમાં એક કાર્યાલયમાં વીસેક વર્ષથી એક સામાન્ય કારકુન હતો. આ નોકરીમાં તે ક્યારેય બઢતી પામી શક્યો નહિ. તેને પોતાને તો તે વાતનો અસંતોષ હતો જ પણ તેની પત્નીને તો આ વાતથી ભારે અસંતોષ હતો. તે તો તેને પતિની નબળાઈ જ સમજતી હતી અને તેનો ઉપહાસ કરતી હતી. પરિસ્થિતિથી કંટાળેલા શિવકુમારે પોતાના એક હિતૈષી સહકાર્યકર પાસે જઈ તેની સલાહ માગી. એ વ્યક્તિએ કહ્યું, ‘બજારમાં જા અને રામની એક સુંદર મૂર્તિ લઈ આવ. ઘરમાં એક પરિશુધ્ધ જગા પર તેમની પ્રતિષ્ઠા કરી પૂજા કર. શ્રીરામની સમીપે અગરબત્ત્રી સળગાવી, ‘ઓમ શ્રીરામાય નમઃ’ એમ ભક્તિભાવપૂર્વક 1008 વાર જપતાં જપતાં ફુલ ચઢાવજે. છેલ્લે કર્પુરથી પ્રજ્વલિત કરેલી આરતી ઉતારજે. એક વર્ષ પછી શ્રીરામ કૃપા કરીને તને ઈચ્છિત આપશે.’   .

શિવકુમારે બીજા જ દિવસથી પૂજાનો આરંભ કરી દીધો. એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી એણે એકધારી પૂજા કરી પણ કોઈ ફળ મળ્યું નહી.

શિવકુમારે હવે બીજા સહયોગીને પોતાની સમસ્યા બતાવી.  બીજા સાથીએ કહ્યું, જો રામ તો બહુ પ્રાચીનકાળના હતા તેથી આજે તેઓ ના ચાલે. શ્રીકૃષ્ણ અર્વાચીન છે. એમ કર, તું રામની પ્રતિમાને ખસેડી શ્રીકૃષ્ણની પ્રતિમાની સ્થાપના કર અને તેની પૂજા કર. તને જલ્દી સફળતા મળશે . પોતાને ત્યાં રામની પ્રતિમાની બારીની બાજુમાં ઉંચી બેઠક પર શિવકુમારે

સ્થાપના કરી હતી. હવે તેણે તે પ્રતિમાને નીચે જમીન પર મૂકી અને તેની જગ્યાએ કૃષ્ણની પ્રતિમાનું સ્થાપન કર્યું. પછી તેણે અગરબત્તી સળગાવી પૂજા શરૂ કરી. તેવામાં તેનું ધ્યાન ગયું કે બારીમાંથી આવતા પવનને કારણે અગરબત્તીની ધુમ્રસેર જમીન પર મુકેલી રામની પ્રતિમા તરફ સુગંધ લઈ જતી હતી. જેમણે આજ સુધી કૃપા કરી નહીં એવા રામજી અગરબત્તીની સુગંધ માણે એ તેનાથી જરાય સહન થઈ શક્યું નહીં. તે અંદર જઈને રૂનાં બે પૂમડાં લઈ આવ્યો અને રામ સુગંધનું સેવન ના કરી શકે તે માટે તેમના નાકનાં કાણાંમાં ખોસી દીધા.

તે જ ક્ષણે સહાસ્ય સજીવમૂર્તિ એવા રામ તેની સામે પ્રગટ થયા.અને શિવકુમારને કહ્યું ‘વત્સ, વર માગ.’

‘ગયા પંદર મહિના મેં આપની પૂજા કરી પણ આપે દર્શન આપ્યાં નહીં, આજે મેં આપની પૂજા છોડી શ્રીકૃષ્ણનું પૂજન શરૂ કર્યું ત્યારે તમે દર્શન આપો છો, કેમ ! તમે ઈર્ષાવશ થઈ ગયા ને ? તેથી દર્શન આપવા આવ્યા ને ? … શિવકુમારે પૂછ્યું. રામ સહાસ્ય વદને બોલ્યા, ‘પ્રિય પુત્ર, આજ સુધી હું નિર્જીવ પ્રતિમા છું એવું તું માનતો હતો. આજે મારા નાકમાં પૂમડા ખોસી હું પણ તારા જેવો સજીવ પ્રજ્ઞાવાન છું એમ તેં જાણી લીધું, તેથી મેં તને દર્શન આપ્યા.’

વિચાર

વાર્તા તો ગમી જાય તેવી છે. વાર્તામાં રહેલો ચમત્કાર કદાચ ગળે ના પણ ઉતરે. પણ જીવાતા જીવનમાં કોઈ પણ પળે અંતઃકરણપૂર્વક અંતર્યામીનું સ્મરણ કરવામાં આવે તો પરિસ્થિતિ બદલાય કે ન બદલાય વિચારવાનો અભિગમ જરૂર બદલાય. રામ રામના રૂપે દરેક વખતે ન આવે પણ કોઈ ને કોઈ માધ્યમથી શ્રધ્ધાનો તંતુ મજબૂત જરૂર કરી જાય છે.
એટલે જ કહેવાયું છે.

लाभस्तेषाम् जयस्तेषाम् कुतस्तेषाम् पराजयः
येषाम् इन्दीवरश्यामो ह्रदयस्थो जनार्दनः

આ વિચારની પ્રતીતિ કરાવતો એક પ્રસંગ બીજા વિચારમાં જોઈશું.

Advertisements

7 ટિપ્પણીઓ »

 1. અશોક જાની ' આનંદ' said

  જયારે તમે પ્રત્યક્ષ ય પરોક્ષ રીતે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરો ત્યારે તમારી પ્રાર્થના
  ચોક્કસ ફળે,
  વરસો પહેલા આવી જ એક વાર્તા મારા સંભાળવામાં આવેલી જેમાં એક વાણિયો
  ભગવાનની માંસ પૂજા કરે છે મનમાં. વિચારી ને ભગવાનને જગાડે, નવડાવે, ભોગ ધારે, આરતી કરે વિ.
  એક દિવસ તેનાથી ભગવાનને ધરેલા દુધમાં સાકર વધારે પડી જાય છે, અલબત્ત વિચારમાં જ પણ અનાયાસે વધારાની સાકર પછી કાઢવા સાચેસાચ હાથ લંબાવે છે અને ભગવાન પ્રગટ થઇ તેનો હાથ પકડે છે, કહે છે ” વત્સ તું મારો જબરો ભક્ત ..!!બધી પૂજા માનસિક કરે છે પણ મનથી નાખેલી સાકર કાઢવા હાથ સાચો લંબાવે છે ??!! ” આમ તેને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.

 2. અશોક જાની ' આનંદ' said

  ચોથી લીટીમાં માંસ ને બદલે માનસ વાંચવું

 3. dhruti modi said

  સાચી વાત છે કે જાણે અજાણ્યે તમે શ્રધ્ધાથી કોઇપણ ઇશ્વરને પૂજો અને એની પાસે માંગો તે મળે છે. ચોક્કસ અા અાપણાં મનની સ્થિતિ છે પણ એમાં જે સંપૂર્ણ વિશ્વાસનો જે ભાવ છે, તેજ તમને મદદ કરે છે.

 4. kishoremodi said

  શ્રદ્ધા પ્રત્યેની માનવી મન સ્થિતિ કેવી બદલાયા કરે છે તેનું સચોટ અાલેખન ગમ્યું.

 5. સરસ વાત. ગમી.

  હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
  નિયંતા નિરુપમ નિરાકાર….

 6. Kirftikant Purohit said

  જ્યાં બુદ્ધિની અવધિ પુરી થાય ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે.

 7. nitin said

  Budhdhi nahi pan shrdhdha ni jarur chhe

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: