વિચાર -16

નવરાત્રિ

નવરાત્રિના દિવસો આવતાં નાનપણમાં નર્યા નરવા-ગરવા સાદે કોઈ વાદ્યના સહારા વિના સાંભળેલા –માણેલા ગરબા યાદ આવે છે. ઉતારા માટે ઓરડા, દાતણ માટે પિત્તળ લોટા અને દાડમીનું દાતણ, નાવણ માટે તાંબાકુંડી, જમવા માટે સેવ-સુંવાળીને લાપસી, પોઢણ માટે સાગ-સીસમના ઢોલિયા, ને રમવા માટે સાવ સોનાનાં સોગઠાં; માને આંગણે નોતરવા માટે વર્ણવાતો આ સાદો વૈભવ આજે ક્યાં છે ? થોડાં વર્ષો પછી એ કદાચ શબ્દોમાં પણ નહીં રહે.

લોકકવિ કે કવિયિત્રીની કુટુંબજીવનની સુંદર એવી હૈયે ફુટેલી ઉપમાઓ; સસરો મારા દેરાસરખા દેવ જો, સાસુજી દેરાકેરી પૂતળી; જેઠ મારા અષાઢીલા મેઘ જો, જેઠાણી ઝબુકે વાદળ-વીજળી; દિયર મારો ચંપલિયાનો છોડ જો, દેરાણી ચંપલિયા કેરી ડાળખી; નણંદ મારી વાડીમાંની વેલ જો, નણદોઈ જો વાડી કેરો વાંદરો;(પજવણી કરી હશે કે શું?) અને પોતાનું દાંમ્પત્યજીવન કેવુ રસભર્યું ! પરણ્યો મારો રસીલો ભરથાર જો, ગોરીને પહેરાવે નવરંગ ચુંદડી; શેરીમાં કુટુંબીજનોની હાજરીમાં આવાં ગીતો ગવાય ને કૌટુંબિક જીવનની સુખદ ક્ષણો વધતી જાય.

માતાજીને ચરણે કુંભાર, માળી, સોની, મોચી, મણિયારો, દોશી, ગાંધી, સુથાર, બધા પોતાનો સામાન અને પોતાની આવડત ધરે તે ગવાય.

માતાજીના  ત્રિભુવનમોહન સૌંદર્ય અને શણગારનું વર્ણન પણ ગવાય. કેવી રીતે મા અસુરોનો સંહાર અને ભક્તોનું રક્ષણ કરે છે તે પણ ભાવ અને ભક્તિથી ગવાય. ટુંકમાં સાંસારિક જીવન અને ભક્તિ બંનેના સુભગ માધુર્યના ઉછાળનું દર્શન એટલે નવરાત્રિ.

વર્ષા શાહ

Advertisements

7 ટિપ્પણીઓ »

 1. અશોક જાની ' આનંદ' said

  એવી શ્રદ્ધાથી ભર્યોભર્યો શેરી ગરબો તો હવે ખોવાયો છે, એની જ્ગ્યાએ મોટા મેદાનો પર્ યોજાતાં ફેશન પરેડની પરિભાષા જેવા સામુહિક ગરબાનો જાણે રાફડો ફાટ્યો છે, ગરબાને નામે લોકો આખા વરસનું કમાઇ લે એવો ધંધો કરી લે છે.

 2. Kirtikant Purohit said

  Good. Timely presentation on Navratri-day.

 3. more here..

  http://vinelamoti.com/2010/10/09/garbo-etle-su/

 4. nitin said

  Aa bahane aapnu khovayel balpan,ke tarunavastha taji karavva aabhar
  Mataji ni bhakti mate gam ke sherioni balao samuh ma bhega thaine,mike vagar na garba gavata te to shodhya jade tem nathi.Hajaronu tolubhegu thay,
  ane aanandmate je gavay te garbabhale ne tenoise pollution kare

 5. neetakotecha said

  kamay to bhale kamay..e emnu kary che.,jeu loko ne koiye che evu kalakar ne pirasvu pade che..afsos eno che ke pahela mataji ni murti ke chabi vachma rakhine eni aaju baju garba levata ane have vachma champal ..purse ane mob..rakhine ena garba levay che..

  aapno lekh khub j gamiyo…

 6. વર્ષાબહેને નાનપણમાં મારાં બા (દાદીમા)ના મુખે સાંભળેલા લોકગીતો યાદ કરાવી દીધા.

 7. Dhruti modi said

  મારું મન હંમેશા અમારા નાનકડા ફળિયામાં ગવાતા, વડિલો અોટલે બેસી અાનંદથી ગરબામાં તલ્લીન થઇ જતા એ દિવસોને શોધ્યા કરે છે, કિંતુ હવે તો તે હિનો દિવસા: ગતા:!!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: