વિચાર- 15

એક ખેડુત ખુબ ઉત્તમ પ્રકારની મકાઈ પકવતો હતો. એની પકવેલી મકાઈને દર વર્ષે રાજ્યની કૃષિસ્પર્ધામાં ઈનામ મળતું. એક વર્ષે એક અખબારના રિપોર્ટરે એની મુલાકાત લીધી. રિપોર્ટરે જોયું કે એ ખેડુત પોતાનું ઉત્તમ બિયારણ પોતાના આજુબાજુના ખેડુતોને વહેંચી રહ્યો હતો. “તમે આમ કેવી રીતે કરી શકો છો ? એ લોકો દર વર્ષે તમારી મકાઈ સામે એમની મકાઈ સ્પર્ધામાં મુકે છે.” રીપોર્ટરે પુછ્યું. ખેડુતે જવાબ આપ્યો, “તમને ખબર નથી?  પવન પાકી રહેલા મકાઈ ઉપરથી પરાગરજ ઉડાડે છે અને ખેતરે ખેતરે તે પાથરે છે અગર મારા પડોશીએ હલકી કે ઉતરતી કક્ષાના મકાઈ ઉગાડ્યા હશે તો મિશ્ર ફલીનીકરણથી ધીરેધીરે મારા પાકની ગુણવત્તા ઉતરતી કક્ષાની થવા માંડશે  જો મારે શ્રેષ્ઠ મકાઈ પકવવા હોય તો મારા પડોશીને પણ શ્રેષ્ઠ મકાઈ પકવવામાં મદદ કરવી જોઈએ.”

સફળતા એકલ હાથની નહીં પણ ભાગીદારીની અને સામૂહિક પ્રક્રિયા હોવી ઘટે. તેથી તમારા અનુભવો, વિચારો અને જ્ઞાનને તમારા મિત્રો અને સાથીદારો સાથે વહેંચો.

વર્ષા શાહ

Advertisements

7 ટિપ્પણીઓ »

 1. બહુ સરસ વાત કરી વર્ષાબેન…
  માણસ ઈશ્વરનું ઉત્તમ સર્જન ગણાય છે પણ આજે એજ માણસ પોતાની માણસવૃત્તિને લીધે વગોવાઈ રહ્યો છે ત્યારે, આવી કોઇવાત વાંચીને/જાણીને કે સમજીને કોઇ એક વીરલો પણ શરૂઆત કરે આવું વિચારવાની તો મને લાગે છે ભવિષ્યનો માણસ અત્યાર કરતાં પોતાને કંઇક સારૂં આપી શકે પછી એ બીજ કોઇપણ ફસલનું હોઇ શકે સંસ્કારનું,વિવેકનું, સમજણનું…….
  બાકી તો,(મારીજ એક ગઝલના બે શેર અહીં ટાંકવાનું મન થાય છે માણસવૃત્તિ બાબતે કે,)

  નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
  મનુષ્યો હદ વિષે અનહદ વિચારે છે

  બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
  બધા,સંબંધની સરહદ વિચારે છે !

  -બહુ ગમ્યું.
  અભિનંદન.

 2. અશોક જાની ' આનંદ' said

  ભલે ગરજે પણ દોસ્તો, સાથીદારોમાં જ્ઞાન- અનુભવ વહેંચાય તો ય ઘણું, એક વખત ગરજે વહેંચવાની ટેવ પડશે તો બીન ગરજે પણ વહેંચતા થઇશું..

 3. DHRUTI MODI said

  ગીતામાં ભગવાને કહ્યું છે, તેન ત્યકતેન્ ભુંજીથા……. ત્યાગીને ભોગવો. વહેંચવાથી કોઇપણ ચીજ બમણી થાય છે.

 4. bakulesh desai said

  REALLY A NOVEL INSPIRING & TOUCHING EYE OPENER….

  LET THE PAKIS’ AUZ CRICKETERS THINK FROM THIS END….EVEN UMPIRES,TOO

 5. kishoremodi said

  સર્વ પ્રાણીઓમાં માણસ સૌથી સ્વાર્થી પ્રાણી છે.અાપણું વ્યક્તિત્વ ઘરમાં,મંદિરમાં,અને નોકરીમાં જુદું જુદું હોય છે.અાથી મેકસમૂલરે કહ્યું છે તેમ અાપણા અાચાર અને વિચારમાં અાસમાન-જમીનનો ભેદ થવાથી દુ:ખી થવાય છે.જો એ સુધારી લેવાય તો પરિણામ જુદું જ સંભવે.એ સંદર્ભમાં વર્ષાબેનનો વિચાર મુલવવા જેવો છે. અસ્તુ.

 6. nitin said

  JO AAPNI AAPVANI KE VAHECHAVANI VRUTI UTTAM HOY TO TENATHI SAMPADATU PARINAM PAN UUTAM HOY.VAVO TEVU LANO

 7. Kirtikant Purohit said

  Very nice post.Thoughtprovoking and excellent.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: