વિચાર– 14

બે મિત્રો એક રણમાંથી પસાર થઈ રહ્યા હતા. મુસાફરી દરમ્યાન એકવાર એમની વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ ગઈ અને એક મિત્રે બીજા મિત્રને લાફો મારી દીધો. જેણે લાફો ખાધો તેને ઊંડુ દુઃખ થયું પણ એણે કશું બોલ્યા વગર રેતીમાં લખ્યું, “આજે મારા પરમ મિત્રે મને મોં પર તમાચો માર્યો .” તેઓ ચાલતા ચાલતા એક રણદ્વીપ પાસે આવી ગયા ત્યાં બન્નેએ નહાવાનુ નક્કી કર્યુ. નહાતાં નહાતાં જેણે લાફો ખાધો હતો એ દોસ્ત કળણમાં ફસાઈ ગયો અને ખેંચાવા લાગ્યો પણ તેના મિત્રે તેને ખેંચી લઈને બચાવી લીધો. સ્વસ્થ થયા પછી આ મિત્રે એક પથ્થર પર લખ્યું, “આજે મારા પરમ મિત્રે મારી જિંદગી બચાવી લીધી.” જેણે તેને બચાવ્યો હતો તે મિત્રે પુછ્યું, “મેં તને દુઃખી કર્યો ત્યારે તેં રેતી પર લખ્યું પણ અત્યારે તેં પથ્થર પર લખ્યું, એમ કેમ ?” પેલા મિત્રે જવાબ આપ્યો, “જ્યારે આપણને કોઈ દુઃખ પહોંચાડે ત્યારે આપણે તેને રેત પર લખવું જેથી ક્ષમાશીલતાનો વાયરો તેને ભૂંસી શકે પણ કોઈ જ્યારે આપણું કશુંક ભલું કરે ત્યારે આપણે તેને પથ્થર પર કોતરી લેવું જોઈએ જ્યાં કોઈ પવન એને ભૂંસી શકે નહીં”

અર્થાત તમારી દુઃખદ ઘટનાઓને રેતી પર લખતા જાવ અને તમારી સુખદ પળોને પથ્થર પર કોતરતા જાવ.

જીવનમાં એકાદ વખત પણ આ સોનેરી સૂત્રનો અમલ થાય તો એ લાભદાયી પુરવાર થતો હોય છે. ક્મસે કમ પોતાની જાતને તો જરૂર એ ઉપકારક નીવડે છે. પણ ખાટલે મોટી ખોડ જ એ છે કે આ સૂત્રનો અમલ કરવો અને તે પણ સહજતાથી, સરળતાથી કે સ્વાભાવિકતાથી એ તો દુષ્કર જ છે.

વર્ષા શાહ

Advertisements

6 ટિપ્પણીઓ »

 1. bakulesh desai said

  hi good enecdote….HAATH SHU ? HAIYU MALE TO MITRATAA
  GAANTH THODI OGALE TO MITRATAA
  DHOI PIVAA SHU FAKAT MITHAA VACHAN ?
  THODU KADVU YE BHALE TO MITRATAA !!

 2. સરસ વાત કરી છે ! બ્લોગ પણ વિચારોથી સરસ શણગાર્યો છે

 3. sapana said

  સાચી વાત..
  સપના

 4. nitin said

  khub saras manankarva jevo vichar raju karyo chhe.dukhpurna ghatna hraday ke manmathi jaldithi vahi jay,ane aanand purna ghatana kotarai jay
  tevu aapnu man bane

 5. અશોક જાની ' આનંદ' said

  આપણે કડવી દવાની ગોળી ઝટ દઇ ગળે ઉતારી જઇએ છીએ પણ ચૉકલૅટ ચગળવાની મઝા આવે છે, આ એના જેવી જ વાત છે.
  જે ઘટના કે પ્રસંગ વેદના જ આપે તેમ હોય તેને યાદ કરીને દુઃખી થવું તે મુર્ખામી જ છે. હા, આનંદદાયક પ્રસંગો યાદ કરવાથી દિવસ ને મુડ બન્ને તરોતાજાં થઈ જાય છે.

 6. Kirtikant Purohit said

  તમારી દુઃખદ ઘટનાઓને રેતી પર લખતા જાવ અને તમારી સુખદ પળોને પથ્થર પર કોતરતા જાવ

  Nice expression suitably illustrated.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: