વિચાર- 13

એક સમુરાઈ જે વગર કારણે લોકો સાથે ઝઘડવા માટે પ્રખ્યાત હતો તે એક ઝેન મઠના દ્વારે પહોંચ્યો અને પોતે મઠાધિપતિને મળવા માગે છે એવું કહેવડાવ્યું. મઠાધિપતિ વિના વિલંબે જરા પણ ખચકાયા વિના બહાર આવ્યા. “પેલાઓ કહે છે બળ કરતાં બુધ્ધિ ચડિયાતી ગણાય.” સમુરાઈએ કહ્યું “વારુ, તમે મને સ્વર્ગ અને નર્કનો અર્થ સમજાવી શકશો?” મઠાધિપતિ સાધુ મૌન રહ્યા. “જુઓ, હું બહુ સહેલાઈથી સમજાવી શકું છું.” સમુરાઈએ મોટા અવાજે કહ્યુ, “નર્ક બતાવવા માટે એકાદાને ગળેથી ઝાલીને ઉંચો કરુ એટલે ચપટી વગાડતામાં દેખાઈ જાય અને સ્વર્ગ દેખાડવું હોય તો ધમકી આપીને જતો કરું.”

“હું તારા જેવા બેવકુફ સામે દલીલો કરતો નથી.” ઝેન સાધુએ કહ્યું. સમુરાઈ ધુંઆપુંવા થઈ ગયો. તેજોદ્વેષથી એનું લોહી ઉકળી ઉઠ્યું. “જો આ હતું નર્ક!” સાધુએ સ્મિત કરતાં કહ્યું , “નાખી દેવા જેવી બાબતોમાં ઉશ્કેરાઈ જવું.” સાધુની હિંમત સમુરાઈને અસર કરી ગઈ તે હળવો, ઠંડો થઈ ગયો. “અને આ જ છે સ્વર્ગ !” સાધુએ ઉમેર્યું અને તેને અંદર આવકારતાં કહ્યું, “નાનકડી અસંમતિ સામે કે વિરોધ સામે પ્રતિક્રિયા ન આપો.”

વાત નાની છે પણ વિચાર મોટો છે એટલો મોટો કે ગીતામાં ભગવાને કહેલા આ શ્લોકોનું સ્મરણ થઈ આવ્યું-

शक्नोतीहैव य: सोढुं प्राक्शरीरविमोक्षणात।
कामक्रोधोद्भवं वेगं स युक्त स सुखी नरः॥

कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम॥

-વર્ષા શાહ

Advertisements

6 ટિપ્પણીઓ »

 1. અશોક જાની ' આનંદ' said

  “જેણે ક્રોધ જીત્યો તેણે દુનિયા જીતી લીધી”, અમથું થોડું કહેવયું છે ??!!!!!

 2. અતિ ઉત્તમ, અને સત્ય

  “જેણે પરમેશ્વરના આત્મિક પ્રેમને પ્રભુ યીશુમાં જાણી લીધો એણે આત્મિક દુનિયા જીતી લીધી,” એવુ મારુ પણ માનવુ છે સરજી !!!

 3. Kirtikant Purohit said

  Nice Zen story. Very simple but deep.

 4. DHRUTI MODI said

  નાનકડી પણ બરાબર યાદ રાખવા જેવી વાત. નાની નાની બાબતમાં ઉશ્કેરાઇ અાપણે અાપણું જ અહિત કરીઅે છીઅે. તમારા વિચારો દ્વારા જ તમે સારું કે નરસું જીવન જીવી શકો છો. સતત ગુસ્સો અે તો નાદાનિયત જ છે.

 5. kishoremodi said

  બહુ સરસ ફિલસૂફીભરી વાત થઇ છે.દરેકે યાદ રાખવા જેવી છે તે ખાસ.

 6. nitin said

  balvan same asammat thai ne budhdhipurvak vat karine tene vash karvo
  te j kharu chhe

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: