વિચાર- 12

એક એંજિનીયરનું મ્રુત્યુ થયું. મર્યા પછી સ્વર્ગના મોતીમઢેલા દ્વારે એ પહોંચ્યો. સ્વર્ગના વહીવટદારે એનું ખાતું જોયું અને કહ્યું, “ઓહ ! તું ખોટી જગાએ આવ્યો છું.” તેથી એંજિનીયર નરકના દ્વારે પહોંચ્યો, અંદર પ્રવેશ્યો. ઠીક છે ! પણ નરકની સુવિધાઓની કક્ષાથી એને અસંતોષ હતો. એણે તો ડીઝાઈનીંગ શરુ કરી સુધારા કરવા માંડ્યા. થોડા સમયમાં જ નરકવાસીઓને એરકંડીશન, એસ્કેલટર્સ અને બીજાં અનેક આધુનિક ઉપકરણોની સુવિધાઓ પ્રાપ્ત થઈ ગઈ. એજિનીયર તો સૌનો પ્રિયપાત્ર બની ગયો. એક દિવસ ઈશ્વરે શેતાનને બોલાવ્યો અને પુછ્યું. “કેમ ? નરકમાં શું ચાલે છે ?” શેતાને જવાબ આપ્યો, “અરે ! ત્યાં તો અદભુત ઘટનાઓ ઘટી રહી છે. અમને તો એરકંડીશન અને એસ્કેલેટર્સ મળી ગયાં છે. અને હવે આ એંજિનીયર કઈ કમાલની ચીજ બનાવશે કહી નથી શકતો.” ઈશ્વરે જવાબ આપ્યો, “શું તમને એંજિનીયર મળી ગયો છે ? એ તો ભુલથી બન્યું છે તેણે ત્યાં ક્યારેય નહોતું જવાનુ એને અહીં ઉપર મોકલી આપ.” શેતાને કહ્યું, “એ ના બને મારે સ્ટાફમાં એક એંજિનીયર જોઈએ જ જોઈએ અને હું તેને રાખવાનો જ.” ઈશ્વરે કહ્યું, “એને અહીં મોકલી દે નહી તો હું તારા પર દાવો માંડીશ.” શેતાને અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો, “ તે તો ઠીક ! પણ તમે વકીલ ક્યાંથી લાવવાના ?”

એન્જિનીયર કે વકીલ સ્વર્ગમાં જાય કે નરકમાં એ વિચાર આવે તે પહેલાં ભગવાનને કહેવાનું મન થાય છે કે ભગવાન તેં જે નમુનેદાર સર્જન કર્યુ એ સર્જને તને પણ પોતાના ટોળામાંનો એક ગણી લીધો.

વર્ષા શાહ

Advertisements

7 ટિપ્પણીઓ »

 1. વાહ વાહ … ભગવાનને પણ દાવો માંડવો પડે તેવો ઘાટ થયો… અને હા ભગવાન વકીલ ક્યાથી લાવે કેમ કે વકીલ તો નરકમાં જ મળે ને ??? ખુબ જ ગર્ભિત અર્થ ઘણા જ નિકળે.. સરસ વર્ષાબેન… ખુબ જ સરસ વિચાર રજુ કર્યો…

 2. DHRUTI MODI said

  હાથના કર્યા હૈયે વાગ્યા.

 3. Kirtikant Purohit said

  વિચારનો સીધો સંબંધ મન સાથે છે અને મનનો ઉદ્ભવ તો છેક ચિત્ત અને બુદ્ધિ સુધી પહોંચી જાય છે. મનને માંકડું નથી કહ્યું? એટલે બેઠું બેઠું આવા તુક્કા કરે તેમાં શી નવાઈ કે ભગવાન પણ જોકનું
  સાધન બની જાય. બાકી એન્જીનીયર કે વકીલ નરકમાં ન હોય તેવું શાસ્ત્ર લખાયું હોય તો જાણ થવી બાકી છે.
  ચાલો હસી પણ લઈએ……

 4. અશોક જાની ' આનંદ' said

  સરસ વિચાર, રમુજમાં પણ ઘણી ગંભીર વાત કહેવાઇ છે.

 5. saras vaat,
  gamyu.

 6. kishoremodi said

  મારા બનાવેલા મને નડે છે.

 7. વાહ ! …… મઝાની વાત …… સુંદર ભાવાર્થ …..

  તુજ માં હું ,
  ને મુજ માં તું ,
  બસ એવુંજ બની રહેવું ….
  Nice blog…. shall keep meeting….

  Thanks for visiting http://piyuninopamrat.wordpress.com/
  Keep in touch.
  Paru Krishnakant.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: